જામનગર નજીક થાર જીપ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક થાર જીપ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મૃત્યુ 1 - image


Accident in Jamnagar : જામનગર નજીક ઢીચડામાં થાર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ગંભીર ઇજાજ થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઢીચડા રોડ પર થારજીપના ચાલકે એક બાઇકને હડફેટેમાં લઈ લેતાં સબીરભાઈ દોદેપોત્રા નામના યુવાનને ગંભીર ઇજા થઈ હતી. તેઓને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે, તેમજ જીજી હોસ્પિટલે દોડી ગઈ છે, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



Google NewsGoogle News