Get The App

જામનગર નજીક કાર અને બાઈક વચ્ચે ગોજારો અકસ્માત : બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા અને પાછળ બેઠેલા યુવાનનું મૃત્યુ

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
જામનગર નજીક કાર અને બાઈક વચ્ચે ગોજારો અકસ્માત : બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા અને પાછળ બેઠેલા યુવાનનું મૃત્યુ 1 - image


Accident in Jamnagar : જામનગર-લાલપુર રોડ પર દરેડ નજીક નીલગીરીને ગોલાઈ પાસે પૂર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે ડબલ સવારી બાઇકને ઠોકરે ચડાવતાં બાઈક ચાલક યુવાન ઘાયલ થયો છે, જ્યારે પાછળ બેઠેલા યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં મુરલીધર પાર્ક માં રહેતા કિશનભાઇ ભટ્ટી પોતાના જી.જે.10-એ.જી.0910 નંબરના બાઈકમાં પાછળ દિલીપભાઈ ગરોદરિયાને બેસાડીને જામનગર લાલપુર ધોરી માર્ગ પર દરેડ નજીક નીલગીરીની ગોલાઈ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

 જે દરમિયાન પુર ઝડપે આવી રહેલી જીજે-10 બી. આર.7091 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક કિશનભાઈ ભટ્ટીને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે પાછળ બેઠેલા દિલીપભાઈ ગરોદરિયા નામના યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું કરૂણ મૃત્યુ નીપજયું છે. મૃતકના ભાઈએ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલિસએ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે કારના ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News