રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટએટેક આવતા મોત, રનિંગ કરતી વખતે અચાનક ઢળી પડ્યો, ઘટના CCTVમાં કેદ
Heart Attack Case : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યો છે, ત્યારે જામનગરમાં આહીર સમાજ વિદ્યાર્થી ભવનમાં આજે બુધવારે વહેલી સવારે રનિંગ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વીડિયો વાઈરલ થયો.
રનિંગ કરી રહેલા યુવકને આવ્યો હાર્ટ એટેક
રાજ્યમાં ગુજરાત પોલીસની શારીરિક પરીક્ષાની જાહેરાત બાદ અનેક ઉમેદવારો રનિંગની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન જામનગરમાં આહીર સમાજ વિદ્યાર્થી ભવનમાં રનિંગ કરી રહેલો યુવક અચાનક જ મેદાનમાં ઢળી પડ્યો હતો. આ પછી રનિંગ કરી રહેલા અન્ય યુવકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ એ પહેલા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યો છે, ત્યારે જામનગરમાં આહીર સમાજ વિદ્યાર્થી ભવનમાં આજે બુધવારે વહેલી સવારે રનિંગ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હતું. pic.twitter.com/Mg8qdFJdle
— Hiren Joshi (@HirenJoshi44072) September 25, 2024
યુવકના મૃતદેહને વતન લઈ જવાયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામના જય હેમતભાઈ જોગલ નામના યુવકને જામનગરમાં રનિંગ કરતી વખતે હાર્ટ એટેક આવતા મૃત્યુ થતા પરિવાર હિબકી ઊઠ્યા. મળતી માહિતી પ્રમાણે, આ યુવકના પિતા મોટા ભરૂડિયા ગામના સરપંચ છે. યુવકના મૃતદેહને વતનમાં લઇ જવામાં આવ્યો હતો.