કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત
- વતનમાં મકાન બનાવવાનું ૬હોવાથી તેના આર્થિક સંકળામણના કારણે જિંદગીથી કંટાળી જઇ મોતને મીઠું કર્યું
જામનગર, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાને વતનમાં મકાન બનાવવું હતું, પરંતુ પૈસાની આર્થિક તંગી ના કારણે જિંદગીથી કંટાળી જઇ મોતને મીઠું કરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં અલીભાઈ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગજરીયાભાઈ જતનીયાભાઈ મોહનિયા નામના 35 વર્ષના શ્રર્મિક યુવાને ગઈકાલે પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા પછી ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતક ના પત્ની કનુબેન ગજરીયાભાઈ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકને પોતાના વતનમાં મકાન બનાવવું હતુંઝ અને પરિવારજનો પૈસા ની માંગણી કરતા હતા. પરંતુ પોતાની પાસે પૈસા ન હોવાથી આર્થિક સંકળામણના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.