જામનગરમાં કપડાનો વેપાર કરતાં યુવાન પર કોંગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર દ્વારા જીવલેણ હુમલો કરાયો

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
જામનગરમાં કપડાનો વેપાર કરતાં યુવાન પર કોંગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર દ્વારા જીવલેણ હુમલો કરાયો 1 - image

image : Freepik

- કોંગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને એક પૂર્વ કોર્પોરેટર સહિત સાત સામે પૂર્વયોજિત કાવતરૂં ઘડી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

જામનગર,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર 

જામનગરમાં કાપડનો વેપાર કરતા એક યુવાન પર મોડીરાત્રે મહાપ્રભુજીની બેઠક પાસે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ પૂર્વ યોજિત કાવતરું ગળવા અંગે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને એક પૂર્વ કોર્પોરેટર સહિત સાત સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષા શાક માર્કેટ પાસે મોચી સારના ઢાળિયા પાસે રહેતા અને કપડાનો વેપાર કરતા અબુ સુફિયાન હેમાનભાઈ કુરેશી નામના 23 વર્ષના પટણી જ્ઞાતિના યુવાને પોતાના ઉપર પૂર્વયોજીત કાવતરું ઘડી તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર અને વીપક્ષી નેતા અસલમ કરીમભાઈ ખીલજી ઉપરાંત પૂર્વ કોર્પોરેટર ગની બસર વાઘેર તેમજ અસલમ કાદર શેખ, આફતાબ ઉર્ફે અપ્પુ વાઘેર,ગની બસરનો ભાણેજ અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ  સિટી એ.ડિવિઝનનો સ્ટાફ બનાવની જાણ થવાથી ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમ દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધ્યું હતું.

 જેમાં જાહેર કરાયા અનુસાર ઇજાગ્રસ્ત યુવાન તેના જુના શેઠ જુનેદ ચૌહાણ સાથે કપડાના વેપાર કરે છે, અને આરોપી અસલમ કરીમ ખીલજી કે જૂનેદ ચૌહાણ સાથે ઘણા સમયથી રાજકીય મન:દૂખ ચાલે છે, તેના કારણે ફરીયાદી સાથે બે મહિના પહેલા માથાકુટ થઈ હતી, તેમજ તેના પત્ની કાશમીરાબેન સાથે પણ આરોપી અસલમ ખીલજીને  પાંચ દિવસ પહેલા માથાકૂટ થઈ હતી. જે સમયે ફરિયાદીએ તેને ફોન કરીને કારણ પૂછ્યું હતું, ત્યારે તેને પણ ગાળો ગાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 જે મનદુઃખના કારણે ગઈકાલે ફટીયાદીની પાછળ તેના માણસોને મોકલાવ્યા હતા અને અબુ સુફીયાન કે જે તેના મિત્ર સાથે બહાર જઈ રહ્યો હતો, ત્યારે તેને સ્કૂટરની ઠોકર મરાવીને પછાડી દેવાયો હતો ત્યારબાદ ગની ઉંમર બસર એના ભત્રીજા-ભાણેજ વગેરે સહિતના આરોપીઓએ પાઇપ ધોકા અને તલવાર પડે પ્રાણ ઘાતક હુમલો કરી દીધો હતો, અને ભાગી છુટ્યા હતા.

 જે મામલે આખરે તમામ સામે ફરિયાદ નોંધાવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસે પૂર્વ યોજિત મારી નાખવાનું કાવતર ઘડવા અંગેની કલમ 120-બી તેમાં હત્યા પ્રયાસ અંગેની 307 તેમજ 325, 323, 153, 147, 148, 149, 279, અને જી.પી.એક્ટ કલમ 135-1 સહીતની અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.


Google NewsGoogle News