Get The App

જામનગરનો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો : મહારાષ્ટ્રની યુવતી તથા 4 શખ્સો સામે લગ્નની લાલચ આપી 2 લાખ પડાવી લીધાની ફરિયાદ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
જામનગરનો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો : મહારાષ્ટ્રની યુવતી તથા 4 શખ્સો સામે લગ્નની લાલચ આપી 2 લાખ પડાવી લીધાની ફરિયાદ 1 - image

image : Freepik

Jamnagar News : જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને કલર કામની મજૂરી કરતો એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. જામનગરના જ તેના મિત્ર અને સુરતની એક યુવતી તથા અન્ય મળતીયાઓ સહિત પાંચ શખ્સો સામે લગ્નની લાલચ આપી રૂપિયા બે લાખ પડાવી લીધાની અને યુવતિને જામનગર નહીં મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ પાછળ રાજીવનગરમાં રહેતા અને કલરકામની મજૂરી કરતા નાથાભાઈ વિરમભાઈ પરમાર નામના 48 વર્ષના યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી છેતરપિંડી કરી રૂપિયા બે લાખ પડાવી લેવા અંગે મૂળ મહારાષ્ટ્રની વતની અને હાલ સુરતમાં રહેતી મનીષા ગજાનંદ માનવતે તેમજ સુરતની જીજાબેન પાટીલ અને શામીબેન સલીમભાઈ, ફરજાનાબેન, અને જામનગરમાં રહેતા અસગર મુસાભાઈ સોતા સામે ફરિયાદ નોંધાવી છે. જે તમામ આરોપીઓ સામે સિટી સી. ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેનો ગુન્હો નોધી તપાસનો દોર સુરત તરફ લંબાવ્યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નાથાભાઈ પરમારના લગ્ન થયા ન હોવાથી તેણે પોતાના મિત્ર એવા અસગર મુસાભાઈ સોતાને જાણ કરી હતી. જેથી અસગરે જણાવ્યું હતું કે સુરતમાં મનીષા નામની એક યુવતી છે જેના લગ્ન થયા નથી અને મારે ઓળખાણ છે. અને હું લગ્ન કરાવી આપીશ તેમ કહી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ નાથાભાઈને લઈને તેઓ સુરત ગયા હતા, જ્યાં મનીષા સાથે પરિચય કરાવ્યા પછી અન્ય આરોપીઓ જીજાબેન પાટીલ, શામીબેન સલીમ, તથા ફરજાનાબેન વગેરેએ મનિષાબેન સાથે લગ્ન કરાવવાના બહાને બે લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યારબાદ મનીષ મનીષાબેન સાથે ખોટા લગ્ન કરાવી જામનગર નહીં મોકલી બે લાખ પડાવી લીધા હતા, અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.


Google NewsGoogle News