Get The App

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે...! શેર બજારમાં ઓછા રોકાણે વધુ વળતરની લાલચમાં જામનગરના યુવાને 60.36 લાખ ગુમાવ્યા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે...! શેર બજારમાં ઓછા રોકાણે વધુ વળતરની લાલચમાં જામનગરના યુવાને 60.36 લાખ ગુમાવ્યા 1 - image

image : Freepik

Fraud Case in Jamnagar : ગુજરાતમાં કહેવત છે કે, "જયાં લોભિયા  હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે... આ વાતને જામનગર શહેરના કામદાર કોલોનીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીને ચુનો લગાડી "લોભિયાને ધુતારા... એ કહેવત સાચી પાડી છે. 

આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના કામદાર કોલોની વિસાતારમાં રહેત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં પ્રતાપસિંઘ રામેશ્ર્વરસિંઘ તોમરને ગત તા.30.4.2024 ના રોજ અજાણ્યા નંબરથી વ્હોટસએપ મેસેજ આવેલો, અને વાતચીત કરતાં તેણે શેરખાન મેકસ ટ્રેડીંગ કું.માર્કેટ કરતાં ઓછા ભાવે શેર તેમજ આઈ.પી.ઓ. ઓછા ભાવે આપવાનું જણાવતાં પ્રતાપસિંગે તેમની શેરખાન મેકસ ટ્રેડીંગ કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવતાં તેમણે શેરખાન મેકસ મોબાઈલ એપ ઈન્સ્ટોલ લીંક મોકલી ઈન્સ્ટોલ કરી હતી.

ત્યારબાદ તેમણે આપેલ ખાતામાં તા.30.4 ના રોજ રૂા.7,500 અને રૂ.25 હજાર જમાં કરાવ્યા બાદ મોબાઈલ એપમાં તેમણે કરેલ રોકાણ અને શેરીની વિગત જોવા મળતાં લાલચમાં આવી એક જ મહિનામાં અલગ અલગ ખાતાઓમાં રૂ.60 લાખ 36 હજાર જમા કરાવેલા હતા, અને ત્યારબાદ ગત તા.31.5.2024 નારોજ તેમને રૂપિયાની જરૂરિયાત પડતાં રોકાણ કરેલ વિડ્રો કરતાં આ રકમ વિથડ્રો ન થતાં તેમણે આ ઠગબાજો સાથે વાતચીત કરી હતી.

 જેમાં તેઓએ 20 ટકા પ્રોસેસિંગ ફી પેટે રકમ જમા કરાવવાનું કહેતા પ્રતાપસિંઘને શંકા જતાં આ બાબતે તેમના પુત્ર સાથે વાતચીત કરી તપાસ કરતાં કોઈ અજાણી વ્યકિતએ તેમની સાથે ઠગાઈ કરી હોવાનું જણાતાં તેઓએ સાયબર ક્રાઈમ પાલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News