Get The App

જામનગર જિલ્લામાં ગઈકાલે પણ વરસાદી માહોલ જામ્યો : જામનગરમાં પોણા બે ઇંચ જ્યારે લાલપુરમાં ત્રણ ઈંચ વરસાદ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં ગઈકાલે પણ વરસાદી માહોલ જામ્યો : જામનગરમાં પોણા બે ઇંચ જ્યારે લાલપુરમાં ત્રણ ઈંચ વરસાદ 1 - image


Jamnagar Rain Update : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી ભારે વરસાદની સ્થિતિને અનુરૂપ જામનગર જિલ્લામાં ગઈકાલે રાતે વ્યાપક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ થી લઈને નોંધપાત્ર 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. ખાસ કરીને લાલપુર તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાવાની સાથે અન્ય તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ થયો છે. 

જામનગર શહેરમાં ગઈ રાત્રિ દરમિયાન પોણા બે ઈંચ (41 મીમી) જેટલો વરસાદ નોંધાયો હતો. જોડિયા (22 મીમી) અને ધ્રોલ(24 મિમી) તાલુકાઓમાં એક-એક ઈંચ, કાલાવડ અને જામજોધપુર તાલુકાઓમાં (33મીમી) સવા-સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકાના જામવાડી અને સમાણામાં પોણા બે ઈંચ, શેઠવડાળા, વાંસજાળિયા, ધુનડા, ધ્રાફા અને પરડવામાં દોઢ ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લાલપુરના ભણગોર અને હરિપરમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં અડધાંથી એક ઈંચ જેટલો અથવા હળવા ઝાપટાંના રૂપમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને જનજીવન પણ સામાન્ય રીતે ચાલુ છે.

 જામનગર શહેરમાં ગઈકાલે સતત બીજા દિવસે પણ વરસાદને લઈને દાંડિયા રસિકો માટે નબળા સમાચાર મળ્યા હતા, અને વેલકમ નવરાત્રીના આયોજનમાં ભંગાણ પડ્યું હતું. તેમજ ચાલું રાસ દરમિયાન અનેક સ્થળે રીતસરની દોડધામ મચી ગઈ હતી, તો કેટલાક સ્થળે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે મંડપ-સામીયાણા વગેરેને પણ નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News