જામનગરનાં તબીબ દંપતિની પુત્રી યશ્વી સાતાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં MBBSમાં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ સહિત 11 પુરસ્કાર એનાયત
જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર
રાજકોટમાં 10 માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની યશ્વી સાતાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ સહિત 11 પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યશ્વીનાં પિતા ડો.વિજય સાતા ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં ઓર્થોપેડીક વિભાગનાં વડા તરીકે સેવારત છે, જ્યારે માતા ડૉ.નીતાબેન (માંઢાઈ) સાતા ગાયનેકોલોજીસ્ટ છે.
યશ્વીએ માતા-પિતાનાં પગલે ચાલી તબીબી અભ્યાસક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરી સાતા પરીવાર ઉપરાંત સમગ્ર શહેરનાં ગૌરવમાં વધારો કર્યો છે.