જામનગર મહાનગરપાલિકાના દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
- નગરના મેયરબેન કોઠારી-ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ પણ યોગ કર્યા
જામનગર,તા.21 જુન 2023,બુધવાર
આજે 9 માં વિશ્વ યોગ દિન નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ ફલક પર વસુધૈવ કુટુંબની ભાવના સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનું સમગ્ર દેશમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને દુનિયાના 180થી વધુ દેશો આજે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી ત્યારે, જામનગર મહાનગરપાલિકા દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે લાખોટા તળાવ ગેટ નં.-1 ખાતે યોગ દિન ની ઉજવણીનો કાર્યક્રમ મેયર, ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વિશ્વ ફલક પર 21 જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને વસુધૈવ કુટુંબની ભાવના અને ભારતીય સંસ્કૃતિને જ્યારે સમગ્ર વિશ્વ સમક્ષ મૂકવામાં આવી છે અને આ ભાવનાને સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી સ્વરૂપે ચરિતાર્થ કરી છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન મુજબ આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર વિવિધ જગ્યાએ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જામનગર શહેર અને જિલ્લામાં પણ વિવિધ શાળા, કોલેજો, સંસ્થાઓ ખાતે વિશ્વ યોગ દિન નિમિત્તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં સુરત ખાતે કરવામાં આવી હોય આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમનું પ્રેરક ઉદબોધન સાંભળી જામનગરમાં યોગનીદર્શન - પ્રાણાયામ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
આ તકે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, નાયબ કમિશનર ભાવેશ જાની, એ.એમ.સી. કોમલબેન પટેલ, મુકેશ વરણવા (ટેક્ષ), શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, મેરામણભાઇ ભાટું, કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા, અરવિંદ સભાયા, મુકેશ માતંગ, પાર્થ જેઠવા, કેતન નાખવા, ગોપાલભાઈ સોરઠીયા, કિશન માડમ સહિતના કોર્પોરેટરો અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અંદાજિત 3500 જેટલા નગરજનો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.