Get The App

જામનગરના ચેલા ગામના મહિલા તલાટી કમ મંત્રીને ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
જામનગરના ચેલા ગામના મહિલા તલાટી કમ મંત્રીને ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ 1 - image


દરેડ ગામમાં દબાણ કરનાર દંપત્તિ સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદથી ચકચાર

જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

જામનગર તાલુકાના ચેલા ગામના મહિલા તલાટી-કમ મંત્રીને જમીન દબાણ કરનાર દરેડ ગામના એક દંપતિ સહિતના ત્રણ શખ્સોએ ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતા તેમજ ચેલા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન મનસુખભાઈ પાંડાવદરાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરવા અંગે દરેડ ગામના ભાવિનભાઈ ભાઈલાલભાઈ સોલંકી અને તેની પત્ની પૂર્ણાબેન ભાવિનભાઈ સોલંકી તથા કિશન મઢવી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વૈશાલીબેન એક જાન્યુઆરી 2024 ના તાલુકા વિકાસ અધિકારીના મહેસુલ શાખાના જમીન દબાણ અંગેના હુકમના આધારે ગેરકાયદેસર દબાણ કરનારા દંપતિને ત્યાં દબાણ દૂર કરવા જવા માટેની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમિયાન આરોપી ભાવિન અને તેના પત્ની પૂર્ણાં બેન તેમજ કિસાન ગઢવીએ તેઓની સરકારી ફરજમાં રૂકાવટી કરી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

 જ્યાં વૈશાલીબેનની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવિન સોલંકી અને તેની પત્ની પૂર્ણાબેન તેમજ કિસાન મઢવી સામે આઇપીસી કલમ 186 અને 114 હેઠળ ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News