Get The App

જામનગરના ગોકુલ નગરમાં આવેલી શાકમાર્કેટમાં ખરીદી કરવા ગયેલા બુજુર્ગના ફોનની ચોરી કરનાર ગોંડલની મહિલા ઝડપાઈ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
જામનગરના ગોકુલ નગરમાં આવેલી શાકમાર્કેટમાં ખરીદી કરવા ગયેલા બુજુર્ગના ફોનની ચોરી કરનાર ગોંડલની મહિલા ઝડપાઈ 1 - image

image : Freepik

Mobile Theft Case in Jamnagar : જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં એક બુઝુર્ગ શાકભાજીની ખરીદી કરવા ગયા હતા, ત્યારે તેઓનો મોબાઇલ ફોન ચોરાયો હતો. જે મોબાઈલ ફોનની ચોરી કરનાર ગોંડલની તસ્કર મહિલાને સીટી સી. ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે, અને ચોરાઉ મોબાઈલ ફોન કબજે કર્યો છે.

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં ભરાતી શાક માર્કેટમાં ગત સપ્તાહે શાકભાજીની ખરીદી કરવા માટે ગયેલા એક બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 14,000 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

જેની તપાસ ચલાવી રહેલા સીટી સી. ડિવિઝનના ડી સ્ટાફે ઊંડાણપૂર્વકની તપાસના અંતે  મોબાઇલ ફોનની ચોરી કરનાર ગોંડલની મહિલા આરોપી હનીફાબેન જુસબભાઈ સોઢાની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ચોરાઉ મોબાઈલ ફોન કબજે કરી લીધો છે. જે મોબાઈલ ફોન વેચવાની પેરવી કરવા જતાં પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.


Google NewsGoogle News