જામનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર મહિલા ઉપર બે શખ્સો દ્વારા હુમલો

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર મહિલા ઉપર બે શખ્સો દ્વારા હુમલો 1 - image


જામનગર ના ભિમવાસ વિસ્તારમાં રહેતા એક મહિલા એ પોતાના ઘર પાસે ગાળો બોલનાર શખ્સ.ને ટપારતા ઉશ્કેરાયેલા બે શખ્સો એ તેણી ને ઢીકાપાટુ નો માર માર્યો હતો અને ગાળો કાઢી હતી.

જામનગરના ભીમવાસ શેરી નંબર એક માં રહેતા મીનાબેન દેવજીભાઈ ભોજાણી નામના મહિલા ના ઘર પાસે એજ વિસ્તારમાં રહેતો નવીન ગિરધરભાઈ વાઘેલા ગાળો બોલતો હતો.જેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા નવીન વાઘેલા અને તેની સાથે નાં અનિલ પ્રભુભાઈ વાઘેલા એ એક સંપ કરી ને ધોકા વડે માર મારી , ઢીકાપાટુ નો માર મારી ગાળો કાઢી હતી.

આ બનાવ અંગે મીનાબેન ભોજાણી એ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



Google NewsGoogle News