પતિએ દાંત બહાર હોવા અંગે મશ્કરી કરતા પત્નીનો આપઘાત
આરબલુસ ગામે બનેલો બનાવ પોતાના ધરે ઝેરી દવા પી લીધી
જામનગર, : લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતી એક પરપ્રાંતિય શ્રમિક યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના આરબ લૂસ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતાં વિજયભાઈ બાબરીયા ની પત્ની આશાબેન (ઉંમર વર્ષ 20) કે જે મૂળ મધ્યપ્રદેશની વાતની છે, જેણે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યા નો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે કર્માબેન તીતરિયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના થોડા દાંત બહાર હોવાથી તેણીના પતિએ મશ્કરી કરતાં મજાક મશ્કરીના કારણે આશાબેનને માઠું લાગી આવ્યું હતું, અને તેના કારણે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.