જામનગરના રામેશ્ર્વરનગરમાં પરિણીતા ઘરમાં ઉંઘતી હતી ત્યારે મધરાતે પાડોશી યુવક ઘરમાં ઘુસ્યો

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
જામનગરના રામેશ્ર્વરનગરમાં પરિણીતા ઘરમાં ઉંઘતી હતી ત્યારે મધરાતે પાડોશી યુવક ઘરમાં ઘુસ્યો 1 - image


- મહિલા જાગી જતાં તેણીને ઝાપટો મારીને પાડોશી દિવાલ ઠેકવા જતાં તેનો પગ ભાંગ્યો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

જામનગર,તા.09 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગર શહેરના રામેશ્ર્વર નગરમાં પોતાના ઘરમાં એકલી ઉંઘી રહેલી મહિલાના ઘરમાં મધરાતે પાડોશી શખ્સ ઘુસી આવ્યો હતો, અને મહિલા જાગી જતાં રાડા રાડ કરતાં મહિલાને માર મારી દિવાલ કુદવા જતાં પોતે પણ ઘવાયો હતો. અને પગમાં પ્લાસ્ટર આવ્યું હોવાથી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ બનાવની વિગત એવી છે કે રામેશ્ર્વર નગરના ક્રિષ્નાપાર્ક શેરી નં. 3 માં પોતાના પરિવાર સાથે રહેતી તબસુમબેન ઈસ્માલ કાદરી નામની મહિલા ગત તા. 07-10-2023 ના રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં તેમના પતિ અને પુત્ર જંગલીપીરની દરગાહે દર્શન કરવા નિકળેલા અને બીજો પુત્ર પીઝાની ડીલેવરી કરવા માટે ગયો હોવાથી પોતે દરવાજો બંધ કરી ઉપરના રૂમનો દરવાજો ખુલલો રાખી સુઈ ગઈ હતી.

દરમિયાન રાત્રિના પોણા બાર વાગ્યાના અરસામાં રૂમના દરવાજો ખખડતા નીંદરમાંથી જાગી ગયા હતા, અને જોયું તો રૂમમાં તેમની બાજુમાં રહેતો જયેશ ઉર્ફે સાગર રાઠોડ પ્રવેશેલો હતો. જેથી તેણીએ રાડા રાડી કરતાં જયેશે લાત મારી ગાલ ઉપર ત્રણ ચાર ઝાપટો મારતાં વધુ જોરથી રાડો પાડતાં જયેશ સીડીના પગથીયાથી નીચે ઉતરી રહ્યો હતો.

દરમિયાન નીચેના રૂમમાં સુતેલા તેમના દેરાણી આશીયાબેન પણ રાડા રાડી થી જાગીને ઉપરના રૂમમાં આવવા માટે પગથીયા ચડી રહ્યા હતાં ત્યારે જયેશે તેમને ધકકો મારી પાડી દીધેલાં અને પોતે આઠ ફુટ ઉંચી દિવાલ પરથી ઠેકડો મારતાં નીચે પડવાથી તેને પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચી હતી. આથી તેને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે તબસુમબેને ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લાતો મારી ઝાપટો મારનાર પાડોશી શખ્સ જયેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News