જામનગર અને દેવભૂમિ દ્વારકાના ચૂંટણી ફરજ બજાવનારા કર્મચારીઓ દ્વારા કરાયું મતદાન
image : Twitter
LokSabha Election 2024 : લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે, અને જામનગર જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા જુદા જુદા કર્મચારીઓને મતદાન સંબંધી કામગીરીની વ્યવસ્થા સોંપવામાં આવી રહી છે, ત્યારે હાલારના બંને જિલ્લામાં ચૂંટણી ફરજ બજાવનારા કર્મચારીઓનું મતદાન યોજાયું હતું.
હાલરના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંમાં કુલ 1881 બુથ પર 1-1 ઇવીએમ સેટ ગોઠવીને તેના માટે 6344 કર્મચારીઓના વહીવટી સ્ટાફની નિયુક્તિ કરાઈ છે, અને આગામી સાતમી તારીખે તમામ કર્મચારીઓ પોતાની ફરજ પર રહેશે.
જે પૈકીના બંને જિલ્લામાં ચૂંટણી ફરજ બજાવનારા 3723 કર્મચારીઓ માટેનું ગઈકાલે મતદાન યોજવામાં આવ્યું હતું. જે તમામ કર્મચારીઓ આગામી 7મી તારીખે જુદા જુદા મતદાન માથકો પર પોતાની ચૂંટણી ફરજ પર રહેશે, તેના અનુસંધાને તમામ કર્મચારીઓનું આગોતરું મતદાન યોજાયું હતું.