જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહન કબજે લેતું ચૂંટણી તંત્ર

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહન કબજે લેતું ચૂંટણી તંત્ર 1 - image


જામનગર, તા. 17 માર્ચ 2024, રવિવાર

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે આગામી લોકસભા ની ચૂંટણી અંગેની જાહેરાત કરાયા પછી જામનગર નું ચૂંટણી તંત્ર હરકતમાં આવી ગયું છે, અને આચારસંહિતાની કડક અમલવારી થાય, તે દિશામાં પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહનો જમા કરાવી લેવાયા છે. 

જેમાં નગરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાશક જૂથ ના નેતા, વિરોધ પક્ષના નેતા, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓની મોટરકાર કે જે વહીવટી તંત્ર દ્વારા રિક્વિઝીટ કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે, અને ચૂંટણી તંત્ર જ્યારે જરૂર પડશે ત્યારે તે વાહનોનો ઉપયોગ પણ કરી શકશે.


Google NewsGoogle News