જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની : એકસાથે ત્રણ વાહનોની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News

Jamnagar Bike Theft Case : જામનગર શહેરમાં વાહનચોર ટોળકી ફરીથી સક્રિય બની છે અને એકસાથે વધુ ત્રણ સ્થળેથી ટુ-વ્હીલરની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

 જામનગરમાં ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાસે રહેતા લોકેશ અર્જુનભાઈ મહેરાએ રાજ ચેમ્બર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 જયારે જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા ડાયાભાઈ મગનલાલ સોનગરાએ સમર્પણ સર્કલ વિસ્તારમાં પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 આ ઉપરાંત રણજીત નગર જુનો હુડકોમાં રહેતા હરીશભાઈ પ્રભુલાલ ગોપીયાણી નામના સિક્યુરિટી ગાર્ડએ જકાતનાકા પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કારોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News