Get The App

આજે રાષ્ટ્રપતિના હાથે ભારતીય નૌસેના વાલસુરાને ગૌરવવંતો એવોર્ડ અપાશે

Updated: Mar 24th, 2022


Google NewsGoogle News
આજે રાષ્ટ્રપતિના હાથે ભારતીય નૌસેના વાલસુરાને  ગૌરવવંતો એવોર્ડ અપાશે 1 - image


પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી નૌસેનાનું બહુમાન થશે ગુજરાત રાજયના રાજયપાલ અને નૌસેનાના વડા એડમિરલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાજરમાન સમારોહ: રાષ્ટ્રપતિના આગમન પૂર્વે ચાંપતો બંદોબસ્ત  : 1942 માં સ્થાપિત આઈએનએસ વાલસુરાને 1951 માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે એવોર્ડ આપી બહુમાન કર્યું હતું : વાલસુરાની નૌસેના તાલીમી સંસ્થાની 80 વર્ષની સુદ્રઢ કામગીરી સાડા ત્રણ કલાકનો યાદગાર સમારોહ યોજાશે

જામનગર, : ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશ દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદ દ્વારા આવતી કાલે ગુજરાતના જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (આઈ.એન.એસ.) વાલસુરાને ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિતિ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટેની મંજૂરી આપી દીધી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે, ૧૫૦ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ શ્રી, આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશ દળોની પ્રથમ શાખા છે જેમનું 27 મે 1951ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડા. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

1942 સ્થાપવામાં આવેલું આઈ.એન.એસ. વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શ પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.  આઇ.એન.એસ. વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. 

આજે 25મી માર્ચે પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવો- અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

ભારતના રાષ્ટ્રપતિ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહમાં તેઓનું અભિભાષણ થયા પછી આવતીકાલે એટલે કે 25મીએ સવારે 9.00 વાગ્યે વિમાન માર્ગે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાં તેઓનું સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવશે, ત્યાર પછી તેઓ મોટરમાર્ગે આઈ.એન.એસ. વાલસુરા મથકે પહોંચશે. જ્યાં સાડા ત્રણ કલાક માટે યોજાયેલા સમારંભમાં હાજરી આપીને તેઓ ફરીથી મોટરમાર્ગે જામનગરના એરપોર્ટ પર પહોંચીને હવાઈ માર્ગે દિલ્હી પરત ફરશે. જે માટેની જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.અને સમગ્ર શહેર જિલ્લામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News