Get The App

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી અપરણીત યુવતીનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી અપરણીત યુવતીનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત 1 - image


Image Source: Freepik

- જામનગરના પુનિત નગર વિસ્તારમાં રહેતા દેવીપુજક યુવાનની અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન દ્વારા આત્મહત્યા

જામનગર, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર

જામનગર શહેરમાં આત્મહત્યા કરવાના બે કિસ્સા બન્યા છે. નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ અગમ્ય કારણસર ઝેર પી લઇ આપઘાત કર્યો છે, જ્યારે પુનિત નગરમાં રહેતા એક યુવાને અકળ કારણોસર અગ્નિ સ્નાન દ્વારા આપઘાત કરી લીધો છે.

જામનગરના નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી યોગીતાબા અજીતસિંહ રાઠોડ નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના સંબંધી જયરાજસિંહ પથુભા સોલંકી એ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા નો બીજો બનાવ જામનગરમાં રેલવે સ્ટેશન પાસે પુનિત નગરમાં બન્યો હતો. ત્યાં રહેતા સાગર વિનોદભાઈ સોલંકી નામના ૨૧ વર્ષના દેવીપુજક યુવાને પોતાની કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતાં તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના  તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકની માતા પ્રભાબેન વિનોદભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી, આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News