Get The App

જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટરનો કૂતરાના ત્રાસને લઈને અનોખું વિરોધ પ્રદર્શન

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટરનો કૂતરાના ત્રાસને લઈને અનોખું વિરોધ પ્રદર્શન 1 - image


- રસ્તે રઝળતા કૂતરાને લઈને મહાનગરપાલિકાની કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટી હોલની બહાર બેસી જતાં ભારે કુતુહલ

 જામનગર,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી- કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આજે નવતર પ્રકારનો વિરોધ કર્યો હતો. રસ્તે રઝળતા કુતરાના ત્રાસના મામલે આજે મહાનગરપાલિકાની કચેરીમાં કૂતરાઓ સાથે લઈને સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણાંપર બેસી જતાં ભારે કુતુહલ પ્રસર્યું હતું. અને યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને કૂતરાઓને પણ તકલીફ ન પડે તેવી રીતે તેની વ્યવસ્થા કરાય તેવી માંગણી કરવામાં આવી હતી.

જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટરનો કૂતરાના ત્રાસને લઈને અનોખું વિરોધ પ્રદર્શન 2 - image

  આજે સ્ટેન્ડિંગ કમીટીં હોલમાં આજે બજેટ બેઠક મળે તે પહેલાં કમિટી હોલની બહાર આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં સુધી પોતાને માંગણીનો યોગ્ય ઉકેલ કરવાની ખાતરી નહીં અપાય, ત્યાં સુધી દરવાજા પરથી નહીં ઊઠવા જીદ પકડી હતી, જેથી મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે દોડધામ થઈ હતી.જામનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટરનો કૂતરાના ત્રાસને લઈને અનોખું વિરોધ પ્રદર્શન 3 - image



Google NewsGoogle News