જામનગરમાં મેયર, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ ચેરમેનની આગેવાનીમાં રાત્રી સફાઈ ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
જામનગરમાં મેયર, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ ચેરમેનની આગેવાનીમાં રાત્રી સફાઈ ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ 1 - image

જામનગર,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

જામનગર જામનગર મહાનગર પાલિકાના મેયર અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા શહેરમાં રાત્રી સફાઈ અંગેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને તહેવારોના દિવસો દરમિયાન શહેરના મુખ્ય માર્ગોને રાત્રિના સમયે સાફસૂથરા બનાવી દેવા માટેનો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સંકલ્પ કરાયો છે ત્યારે ગઈ રાતે રણજીત સાગર રોડ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં મેયર, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ ચેરમેનની આગેવાનીમાં રાત્રી સફાઈ ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ 2 - image

જામનગરના 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, નગરના મેયર વિનોદ ખિમસૂરિયા, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, ઉપરાંત સ્થાનિક વિસ્તારના ભાજપના કોર્પોરેટ પાર્થ કોટડીયા, સ્થાનિક અગ્રણી અશોક ભંડેરી તેમજ કોર્પોરેટર આનંદ રાઠોડ સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને રાત્રી સફાઈની કામગીરીનું નિરીક્ષણ હતું.


Google NewsGoogle News