જોડિયાના વાધા ગામમાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
જોડિયાના વાધા ગામમાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર 1 - image

image: Freepik

જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

જોડીયા તાલુકાના વાધા ગામમાં સામાન્ય બાબતમાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે, જોડીયા તાલુકાના વાધા ગામના ખેડૂત ચિરાગ ચંદુભાઇ મૈયડ (ઉ.વ.20) ગઇકાલે પોતાની વાડીએ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના કૌટુંબિક કાકા રમેશભાઇ રસ્તામાં ચાલીને જઇ રહ્યા હતા અને તેણે ચિરાગને હાકલ પાડી કે, ઉભીને રે...એય તેમ કહેતા ચિરાગ મોટરસાયકલને ઉભું રાખી તેમને શું કામ આવી રીતે બોલો છો? તેમ કહેતા ઉશ્કેરાયેલા રમેશભાઇએ અપશબ્દો બોલી હવે તમારો નિકાલ કરી નાખવો છે અને તમને જાનથી મારી નાંખવા છે તેમ કહેતા ચિરાગ ત્યાંથી નિકળી ગયેલ અને અગાઉ ૧૬ જુલાઇના રોજ પણ તેમના કાકા રમેશભાઇએ ગાળો આપી હતી,પરંતુ કૌટુંબિક કાકા થતા હોવાથી સુધરી જશે તેથી ચિરાગે જે-તે સમયે ફરિયાદ નહોતી નોંધાવી તમેના વિરૂઘ્ધ જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News