ધ્રોલમાં તાજેતરમાં થયેલી ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ૨૫,૦૦૦ ની રોકડ અને મોબાઈલ સાથે બે તસ્કરો ઝડપાયા

Updated: May 20th, 2024


Google NewsGoogle News
ધ્રોલમાં તાજેતરમાં થયેલી ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ૨૫,૦૦૦ ની રોકડ અને મોબાઈલ સાથે બે તસ્કરો ઝડપાયા 1 - image


જામનગર જિલ્લાના ધ્રોલમાં તાજેતરમાં થયેલી એક ચોરીનો ભેદ ઉકેલવા માં ધ્રોળ પોલીસને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા૨૫,૦૦૦ ની રોકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે.

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સોયલ ગામ પાસે ઊંડ નદીના પુલ ની બાજુમાં એક દરગાહ પાસે બે શખ્સો ઉભા છે, જે શંકાસ્પદ હાલતમાં છે. તેવી બાતમી ધ્રોલ પોલીસને મળતાં ધ્રોળના પી.એસ.આઇ. પી.જી. પનારા અને તેઓની ટીમે ગઈકાલે સાંજે સોયલ વિસ્તારમાં પહોંચી જઈ બંને શખ્સોને અટકાયતમાં લીધા હતા.

તેઓની તલાસી લેતાં તેઓ પાસેથી રૂપિયા ૨૫ હજારની રોકડ રકમ અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે બંને શખ્સો દ્વારા તાજેતરમાં ધ્રોલમાં એક મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે રૂપિયા ૩૦,૦૦૦ ની માલમતા કબજે કરી હતી.

ઉપરોક્ત બંને પકડાયેલા શખ્સો પૈકી એકનું નામ શાહિલ સુલેમાન ગંઢાર  અને ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામ નો વતની હોવાનું તેમજ બીજા તસ્કરે પોતાનું નામ રઘુવીરસિંહ હકાજી જાડેજા  અને ખંભાળિયા તાલુકાના ભરાણા ગામનો વતની હોવાનું જણાવ્યું હતું.જે બંને તસ્કરો અગાઉ જામનગર અને વાડીનાર ની ચોરીમાં પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News