જામનગર-રાજકોટ ધોરી માર્ગ જાયવા ગામના પાટીયા પાસેના અકસ્માતમાં રાજકોટની બે બહેનો ઘાયલ

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ જાયવા ગામના પાટીયા પાસેના અકસ્માતમાં રાજકોટની બે બહેનો ઘાયલ 1 - image


Image:Freepik 

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાયવા ગામના પાટીયા પાસે ઇકો કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટમાં ઇમિટેશન જ્વેલરીનું કામ કરતી બે બહેનો ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતી અને ઇમિટેશન જ્વેલરી નું કામ કરતી મીનાબેન બાબુપરી ગોસાઇ (૪૬) પોતાની બહેન જાગૃતિબેન ગોસાઈને પોતાના એકટીવા માં પાછળ બેસાડીને રાજકોટથી સિક્કા ગામે રહેતા પોતાના માતાને મળવા માટે જઈ રહી હતી. જે દરમિયાન જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો.

બંને બહેનોના સ્કૂટરને જી.જે.૧૦ સી.જી. ૯૬૬૧ નંબરની ઇકો કારના ચાલકે ઠોકર મારી દેતાં સ્કૂટર માર્ગ પર ફંગોળાયું હતું, અને બંને બહેનો ને ફ્રેકચર સહિતની ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સમગ્ર અકસ્માત મામલે હીનાબેને ઇકો કારના ચાલક સામે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News