જામનગરમાં વર્લીનો જુગાર રમતા વૃધ્ધ મહિલા સહિત બે લોકોની અટકાયત

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
જામનગરમાં વર્લીનો જુગાર રમતા વૃધ્ધ મહિલા સહિત બે લોકોની અટકાયત 1 - image

image : Freepik

જામનગર,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ બારોટ ફળીમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રહેલા એક વૃધ્ધ મહિલા સહિત બે શખ્સોની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ તેમજ વર્લીનું સાહિત્ય કબ્જે કર્યું હતું.

 આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલ બારોટ ફળીમાં વર્લી મટકાના આંકડા લખી–લખાવી હાર–જિતનો જુગાર રમી રહેલ જશુબેન મહેન્દ્રભાઈ ચાંદ્રા તેમજ લખમણભાઈ ચનાભાઈ ચૌહાણ નામના બે ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા, અને તેમની પાસેથી વર્લી મટકાના આંકડા લખેલી ચિઠીઓ તેમજ રોકડ રૂપિયા 151 સાથે બન્નેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News