કાલાવડ તાલુકાના નવાગામ ગામનો બનાવ: લુડો ગેમ રમતાં રમતાં બે શખ્સો બાખડયા

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
કાલાવડ તાલુકાના નવાગામ ગામનો બનાવ: લુડો ગેમ રમતાં રમતાં બે શખ્સો બાખડયા 1 - image

image : Freepik

જામનગર,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

કાલાવડ તાલુકાના નવાગામમાં રવિ રમેશભાઇ અકબરી અને જયેશ ઉર્ફે જયલો મોહનભાઇ ભરવાડ લુડો ગેમ રમી રહ્યા હતાં. દરમિયાન જયેશ ભરવાડે રવિને ગાળો આપવા લાગ્યો હતો.

આથી રવિએ લુડો ગેમ રમવાનીના પાડતા ઉશ્કેરાયેલા જયેશે ગાળો કાઢી ગાલ પર ઝાપટો મારી શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રવિભાઇએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશ મોહનભાઇ ભરવાડ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ 323, 504, 506-2 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News