જામનગર જિલ્લામાં નવરાત્રી દરમિયાન બે અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા
Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં નવરાત્રીના સપરમાં દિવસો દરમિયાન અલગ અલગ બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંધ પડેલા ટ્રેક્ટરની પાછળ બાઇક ઘૂસી જતાં એક યુવાનનું મૃત્યુ નીપજયું છે, જ્યારે બીજા બનાવમાં બે બાઈક લતીપર નજીક બે બાઈક સામસામાં અથડાઇ પડતાં એક બાઈકના ચાલક આધેડનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું છે.
અકસ્માતનો પ્રથમ નજીક માવા પર ગામના પાટીયા પાસે બન્યો હતો ત્યાંથી બાઈક લઈને પસાર થઈ રહેલા લખતર ગામના અજય કિશોરભાઈ ચૌહાણ નામના 25 વર્ષના બાઈક ચાલક યુવાનને માર્ગ પર બંધ અવસ્થામાં પડેલા જી.જે.10- બી.આર.1912 નંબરના ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતાં અકસ્માત નડ્યો હતો, અને ઈજા થવાથી તેનું મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવ અંગે ધતોલ પોલીસે માર્ગ પર કોઈપણ પ્રકારના સિગ્નલ દર્શાવ્યા વિના ટ્રેક્ટરની ટ્રોલી ઉભી રાખી બેદરકારી દર્શાવવા અંગે ગુનો નોંધ્યો છે.
અકસ્માતનો બીજો બનાવ લતીપર ગામ પાસે બન્યો હતો. ત્યાંથી બાઈક પર પસાર થઈ રહેલા લતીપર ગામના બાબુભાઈ બોરીચા નામના 58 વર્ષના આધેડ કે જેઓ પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવી રહેલા એમ.પી.69 એમ.ઇ.2986 નંબરના બાઈકના ચાલકે ઠોક કરી ચડાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી બાબુભાઈ બોરીચાનું મૃત્યું નિપજ્યું છે. જે મામલે ધ્રોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.