Get The App

જામનગર નજીક અકસ્માતોની હારમાળા સર્જાઈ જુદા-જુદા ત્રણ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ: એક વ્યક્તિને ઈજા

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક અકસ્માતોની હારમાળા સર્જાઈ   જુદા-જુદા ત્રણ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ: એક વ્યક્તિને ઈજા 1 - image

જામનગર,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

જામનગર નજીક હાપા રોડ પર રામપરના પાટિયા તેમજ કાલાવડ પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

 અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક હાપા રોડ પર બન્યો હતો. જ્યાંથી એકટીવા સ્કૂટર પર જઈ રહેલા જામનગર નજીક હાપામાં રહેતા વિનોદભાઈ ઉર્ફે ભૂરો હરિભાઈ છૈયા નામના 30 વર્ષનો યુવાન પોતાનું એકટિવા સ્ફુટર લઈને પસાર થતી વેળાએ સ્ફુટર સ્લીપ થઈ જતાં હેમેરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

 આ અકસ્માતના બનાવ અંગે હાપામાં રહેતા અને ખેતી કામ કરતા મૃતકના સંબંધી સુરેશભાઈ રાયધનભાઈ છૈયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 અકસ્માતનો બીજો બનાવ કાલાવડ જામનગર ધોરી માર્ગ પર મોટી માટલી ગામ નજીક બન્યો હતો. ત્યાંથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા મોટી માટલી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા કમલભાઈ ઉર્ફે કમલેશભાઈ નાનકાભાઈ ડોડીયારા નામના 45 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની બગુડીબેને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ હીટ એન્ડ રનના બનાવના કારણે મૃતક કે જેના ચાર સંતાનો નોંધારા બન્યા છે.

 અકસ્માતનો ત્રીજો બનાવ જામનગર નજીક રામપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને રસ્તો ઓળંગી રહેલા રમેશભાઈ રાયઠઠા નામના 48 વર્ષના યુવાનને જી.જે.10 ડી.કે. 7935નંબરના બાઈકના ચાલકે હડફેટેમાં લઇ ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડયાની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News