જામનગરમાં દારૂ અંગે બે સ્થળોએ દરોડામાં બે પકડાયા: અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
જામનગરમાં દારૂ અંગે બે સ્થળોએ દરોડામાં બે પકડાયા: અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા 1 - image

image : Freepik

જામનગર,તા.26 માર્ચ 2024,મંગળવાર      

જામનગરમાં પોલીસે દારૂ અંગે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડયા હતા અને રૂપિયા 23 હજારની કિંમતનો 46 નંગ દારૂની બોટલનો જથ્થો કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓની સંડોવણી ખુલવા પામતા બંનેને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 

જામનગરના પ્લોટ શેરી નંબર 58 માં રહેતા રાજેશ ઉર્ફે રાજા ખિસ્કો જેઠાલાલ મંગે (32) નામના યુવાનને શહેરના ગોકુલ દર્શન સોસાયટી, 80, ફુટ રોડ ઉપર થી રૂ.12,000 ની કિંમત દારૂની 24 નંગ બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂનો આ જથ્થો સુનિલ બારૈયા(રે.હાપા ) સપ્લાય કર્યો હોવાથી પોલીસે બંને સામે ગુનો નોધીને રાજેશ મંગેની ધરપકડ કરી છે. જ્યારે સુનિલ બારૈયાની શોધખોળ શરૂ કરી છે.

દારૂ અંગેનો બીજો દરોડો શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પસાર થતાં રમીઝ મહંમદ ગોરી (રે.મોટા આશાપુરા મંદિર રોડ)ને પોલીસે આંતરી તેની તલાસી લેતા તેના કબજામાંથી રૂપિયા 11000 ની કિંમતની 22 નંગ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ કબજે કરી આરોપી રમીઝ ગોરીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો આ જથ્થો રવિ દુડાજ ( રે.વાંબે આવાસ) એ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને શોધી રહી છે.


Google NewsGoogle News