જામનગર જિલ્લાના પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા વધુ બે પોલીસ કર્મીઓને વિદાયમાન અપાયું
જામનગર,તા.2 ડિસેમ્બર 2023,શનિવાર
જામનગર જિલ્લાના-પોલીસ બેડામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ કે જેઓ પરમદિને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા, જેઓને ગઈકાલે જિલ્લા પોલીસવડા દ્વારા સન્માનિત કરીને વિદાયમાન અપાયું હતું.
જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ કિશોરસિંહ પ્રવિણસિંહ જાડેજા, (પોલીસ હેડ ક્વાર્ટર), તથા એએસઆઈ અજીતસિંહ શીવુભા જાડેજા (પોલીસ હેડ ક્વાર્ટર), તારીખ 30-11-2023ના રોજ વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષકની કચેરીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા, અને તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું.