જામનગરમાંથી વધુ બે સેલફોન ચોરીના બનાવ : કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં મોબાઇલ ચોરનો ત્રાસ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
જામનગરમાંથી વધુ બે સેલફોન ચોરીના બનાવ :  કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં મોબાઇલ ચોરનો ત્રાસ 1 - image

image : Freepik

જામનગર,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ સોસાયટીમાં મોબાઇલ ચોર એકટીવ થયા હોય તેમ ગઇકાલે ત્રણ સેલફોનની ચોરી થયા પછી આજે પણ બે સેલફોન ચોરી થયા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. 

સેટેલાઇટ સોસાયટીના શેરી નં. 2 માં રહેતાં દાઉદભાઇ યાકુબભાઇ ખાખી ગત તા.10-10 ના રોજ રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા અને થોડીવાર ઘરમાં અંદર ગયા પછી બહાર આવતા ખાટલા પર રાખેલ રીયલમી કંપનીનો સી-35 મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ચોરી જતા તેમણે ઓનલાઇન ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

જયારે અલસફા પાર્ક વિસ્તારમાં રહેતા એજાજ અશરફ ગોરીના ઘરની બહાર ખાટલા પરથી ઓપો કંપનીનો એફ-11 મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઉપાડી જતાં સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News