જામનગરના હવાઈ ચોક વિસ્તારમાંથી આઇપીએલ ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા બે શખ્સો ની અટકાયત

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
જામનગરના હવાઈ ચોક વિસ્તારમાંથી આઇપીએલ ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા બે શખ્સો ની અટકાયત 1 - image


Image: Freepik

જામનગર શહેરમાં આઇપીએલ ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમનારા શખ્સોને પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે હવાઈ ચોક વિસ્તારમાંથી બે ક્રિકેટના સટ્ટાખોરોને પોલીસે ઝડપી લીધા છે. અને તેઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા છે. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં એક ચા ની હોટલ પાસે ટીવીમાં લાઈવ પ્રસારણ નિહાળી ગઈ રાત્રે આઇપીએલની ગુજરાત ટાઇટન્સ અને  કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ની ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમી રહેલા બે શખ્સોની સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૧૫૫૦ ની રોકડ રકમ મોબાઇલ ફોન સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News