જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા મેળામાં લાલપુર તાલુકાના ઝાખરના બે શખ્સોએ હંગામો મચાવ્યો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા મેળામાં લાલપુર તાલુકાના ઝાખરના બે શખ્સોએ હંગામો મચાવ્યો 1 - image


જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈકાલે સાંજે ફરીથી મેળો શરૂ થયો હતો, દરમિયાન લાલપુર તાલુકા ના ઝાખર ગામના બે શખ્સોએ નાવડી નામની રાઇડમાં બેઠા પછી નીચે નહીં ઉતરી હંગામો મચાવ્યો હતો, અને રાઈડ ઓપરેટર પર હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતા અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મેળામાં નાવડી નામની રાઇડમાં ઓપરેટર તરીકે કામ કરતા ફૈઝલ ફારુકભાઈ ખફી નામના ૨૦ વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે લાલપુર તાલુકાના ઝાખર ગામના રઘુવીરસિંહ અનોપ સિંહ જાડેજા તેમજ દિવ્યરાજ અનોપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓ ગઈકાલે નાવડી નામની રાઈડમાં બેઠા હતા, અને તેઓનો વારો પૂરો થઈ ગયા પછી રાઈડ ઓપરેટરે નીચે ઉતારવાનું કહેતાં નીચે ઉતર્યા ન હતા, અને ગાળો ભાંડી રાઈડ ઓપરેટરને માર માર્યો હતો. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે એ.એસ.આઇ. કે. પી. જાડેજા વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News