જામનગરમાંથી કારની ઉઠાંતરી કરીને ભાગી જનાર તસ્કર સામે જામનગર અને ધ્રોળમાં અલગ અલગ બે ગુના નોંધાવાયા

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
જામનગરમાંથી કારની ઉઠાંતરી કરીને ભાગી જનાર તસ્કર સામે જામનગર અને ધ્રોળમાં અલગ અલગ બે ગુના નોંધાવાયા 1 - image

image : Freepik

- જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કાર ઉઠાવીર સામ સામે ચોરી અંગેની ફરિયાદ નોંધાવાઈ

- ધ્રોળ પોલીસમાં કાર ચોર સામે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો 

જામનગર,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનની હેઠળના વિસ્તારમાંથી એક કારની ચોરી કરીને તસ્કર રાજકોટ રોડ તરફ ભાગ્યો હતો, તેથી ધ્રોલ પોલીસે નાકાબંધી કરી તેને ઝડપી લીધો હતો. જે તસ્કર સામે સિટી સી. ડિવિઝન પોલીસમાં કારની ચોરી કરવા અંગે તેમજ ધ્રોલ પોલીસ મથકમાં પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ  કરાયો છે.

જામનગરમાં રાજનગર સોસાયટીમાં રહેતા જયેન્દ્રસિંહ પથુભા જાડેજા ની શરૂ સેક્શન રોડ પર પેટ્રોલ પંપ નજીક પાર્ક કરવામાં આવેલી પોતાની જી.જે-10 બી.આર.9912 નંબરની કારની ગઈકાલે જામનગર શહેરમાંથી ચોરી થઈ હતી જે ચોરી અંગે જયેન્દ્ર સિંહ જાડેજા દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે કારચાલકનો પીછો કર્યો હતો, પરંતુ તે રાજકોટ રોડ તરફ ભાગ્યો હતો.

દરમિયાન ધ્રોળ પોલીસને જાણકારી આપ્યા પછી તેને ઝડપી લેવાયો હતો પરંતુ તે પોલીસ સાથે ઝપાઝપી કરી ફિલ્મી ઢબે દોઢ કિલોમીટર સુધી ભાગ્યો હતો, પરંતુ તેને ઝડપી લેવાયો હતો. અને ધ્રોલના પીએસઆઇ ને હાથમાં ઇજા પણ થઈ હતી.

 જે બનાવના અનુસંધાને ધ્રોળ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મહાવીર સિંહ લગધીર સિંહ જાડેજાએ કારની ચોરી કરનાર સંતોષકુમાર ઇરૈયા પાલીકોન્ડા નામના તેલંગાણા રાજ્યના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની સામે પોલીસ કારને કોર્ડન કરી કારને ઉભી નહીં રાખવા અંગે પોલીસ સાથે કરી ફરજમાં રૂકાવટ કરવા અંગેની કલમ 186 ઉપરાંત 353 અને 279 સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે .હાલ સીટીસી ડિવિઝન પોલીસ દ્વારા તેની વધુ તપાસ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે ચોરાઉ કાર કબજે કરી લેવાઇ છે.


Google NewsGoogle News