જામનગર શહેર અને કાલાવડમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડા થયાના બે કિસ્સા: બંને બનાવમાં ચાર વ્યક્તિને ઇજા

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
જામનગર શહેર અને કાલાવડમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડા થયાના બે કિસ્સા: બંને બનાવમાં ચાર વ્યક્તિને ઇજા 1 - image


Image Source: Freepik


- જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર; માતા પુત્ર પર હુમલો: ત્રણ પાડોશીઓ સામે ફરિયાદ 

જામનગર, તા 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

જામનગર માં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી નાખવા અંગે પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતી જુલીબેન અશ્વિનભાઈ ચુડાસમા નામની 38 વર્ષની વાણંદ જ્ઞાતિની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર અભી તેમજ વિરેન્દ્રકુમાર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ઉપરાંત પોતાના ઘરમાં તોડફોડ કરી નાખવા અંગે ત્રણ પાડોશીઓ ઉમંગ મંગી, પાયલબેન મંગી, અને રેખાબેન મંગી સામે ફરિયાદ નોંધાવી છે. બંને પાડોશીઓ વચ્ચે સામાન્ય ઝઘડો થયા પછી તમામ આરોપીઓ ફરિયાદી મહિલાના ઘેર ધસી આવ્યા હતા, અને હંગામો મચાવી મારકૂટ કરી તોડફોડ કરી નાખી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.

કાલાવડમાં બે પાડોશીઓ બાખડી પડ્યા: કાકા- ભત્રીજા પર હુમલો: ઘરમાં તોડફોડ

જામનગર જિલ્લાના કાલાવડમાં બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી અને ૫૫ વર્ષના આધેડ અને તેના ભત્રીજા પર પાડોશી એ તલવાર વડે હુમલો કર્યો હતો, જ્યારે ઘરમાં તોડફોડ કરી નાખી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. કાલાવડમાં વિકાસ ફોલોની માં રહેતા અને કડિયા કામ કરતા કાંતિભાઈ દેસાભાઈ ચાવડા (ઉ.વ.55)એ પોતાના ઉપર અને તેના ભત્રીજા ઉપર પાડોશી સાગર ઉર્ફે ભીખો હરિભાઈ ચાવડાએ સૌપ્રથમ ધોકા વડે હુમલો કરી દીધો હતો, ત્યારબાદ તલવાર સાથે ઘરમાં ઘૂસી આવી તોડફોડ કરી નાખી હતી. જે મામલે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં કાલાવ ટાઉન પોલીસે આરોપી સાગર ચાવડા સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News