જામનગરમાં કાલાવડ નાકા બહાર અલસફા પાર્ક વિસ્તારમાં બે ખુટિયાઓ બાખડી પડતાં અફડાતફડી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કાલાવડ નાકા બહાર અલસફા પાર્ક વિસ્તારમાં બે ખુટિયાઓ બાખડી પડતાં અફડાતફડી 1 - image


Bull Fight in Jamnagar : જામનગરમાં કાલાવડનાકા બહાર અલસફા પાર્ક વિસ્તારમાં વહેલી સવારે બે ખૂટિયાઓ સામસામે આવીને બાખડી પડ્યા હતા, અને ભારે ધમાચકડી થઈ હતી. જે લડાઈ 20 મિનિટ સુધી ચાલી હતી, અને રસ્તો બંધ થયો હતો. ઉપરાંત એક વીજ પોલમાં પણ નુકસાની થઈ છે.

આજે સવારે વરસાદી વાતાવરણની વચ્ચે બે ખુટિયાઓ સામસામે આવી ગયા હતા, અને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. એકબીજાની ટક્કરમાં તે જ વિસ્તારમાં આવેલા એક વીજ પોલ સાથે ખુટીયો અથડાયો હતો, જેમાં સબ સ્ટેશનના ઇલેક્ટ્રીક બોર્ડ વગેરેને નુકસાની થઈ હતી. આ ઝઘડાના કારણે ઉપરોક્ત વિસ્તારનો રસ્તો 20 મિનિટ સુધી બંધ રહ્યો હતો. ત્યારબાદ એક ખુટિયો નીચે પડી જતા બીજો ખુટીયો ચાલ્યો ગયો હોવાથી મામલો શાંત થયો હતો.


Google NewsGoogle News