જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી સ્કૂટર પર દારૂ સાથે નીકળેલા બે ભાઈઓ ઝડપાયા

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી સ્કૂટર પર દારૂ સાથે નીકળેલા બે ભાઈઓ ઝડપાયા 1 - image

 image : freepik

જામનગર,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી સ્કૂટર પર દારૂ સાથે નીકળેલા બે ભાઈઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને સ્કૂટર તેમજ દારૂ કબ્જે કરાયો છે. જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શિવમ પાર્ક એકયુરેટ વાળી ગલીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ભીમજી પ્રેમજીભાઈ ધારવીયા અને જીતેન્દ્ર પ્રેમજીભાઈ ધારવીયા નામના બે ભાઈઓ સ્કૂટર પર શંકાસ્પદ હાલતમાં નીકળતાં તેઓને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેના કબજામાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હોવાથી બંને ભાઈઓની દારૂબંધી ભંગ અંગે સ્કૂટર અને દારૂ કબજે કરાયો છે.


Google NewsGoogle News