Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ ધ્રોળ નજીક કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં બે ભાઈઓને ઇજા

Updated: Apr 28th, 2024


Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ ધ્રોળ નજીક કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં બે ભાઈઓને ઇજા 1 - image


Image Source: Freepik

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમા રીક્ષા ચાલક અને તેના ભાઈ સહિત બે વ્યક્તિને ઈજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે પડધરીના વતની અલ્તાફભાઈ મામદભાઈ સંઘાર (ઉ.વ.30) નામના રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં તેના ભાઈ અકબરભાઈ સંઘારને બેસાડીને જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન ધ્રોલ નજીક આકાશવાણી કેન્દ્ર પાસે જી.જે.10  બી.જી. 2568 નંબરની આર્ટીગા કારના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં રીક્ષાચાલક અને તેના ભાઈ બંનેને ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Tags :
DhrolJamnagar-Rajkot-HighwayAccident

Google News
Google News