Get The App

જામનગરના બુઝુર્ગની રૂ. 30 હજારની રકમ તફડાવી લેનાર બે આરોપીઓ ઝડપાયા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
જામનગરના બુઝુર્ગની રૂ. 30 હજારની રકમ તફડાવી લેનાર બે આરોપીઓ ઝડપાયા 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર

જામનગરના 80 વર્ષના બુઝુર્ગ  પોસ્ટ ઓફિસ માંથી પોતાની બચતના 30,000 રૂપિયા ઉપાડીને ઘેર પરત ફરી રહ્યા હતા, દરમિયાન ચાલુ રિક્ષામાં તેમના ખિસ્સામાંથી રોકડ રકમ કોઈ તસ્કરો સેરવી ગયા હતા. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે બે આરોપીઓ ને ઝડપી લીધા છે.

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં શાયોના શેરી નંબર-4માં રહેતા  પરસોત્તમભાઈ જેઠાભાઈ માંડવીયા નામના 80 વર્ષના બુઝુર્ગ  ગત તા. 3નાં  સવારે  મુખ્ય પોસ્ટ ઓફિસે પોતાના બચતના નાણા ઉપાડવા માટે ગયા હતા, અને પોસ્ટ ઓફિસ માંથી 30 હજારની રકમ લઈને પોતાના ખિસ્સામાં મૂકી હતી, અને પોતાના ઘેર પરત ફરવા માટે એક રિક્ષામાં બેઠા હતા. માંડવી ટાવરથી રિક્ષામાં બેઠા પછી તેઓ પોતાના ઘેર પહોંચ્યા દરમિયાન ખિસ્સામાંથી રૂપિયા 30,00ની રકમ ગાયબ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, તેથી પરસોત્તમભાઈ માંડવીયા તુરત જ  પોલીસ મથકમાં પહોંચ્યા હતા, અને ચાલુ રિક્ષામાં પોતાના ખિસ્સામાંથી રોકડ ગાયબ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

જેના અનુસંધાને  પોલીસે માંડવી ટાવરથી લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા હતા, અને રિક્ષા અંગે માહિતી મેળવી લીધી હતી.

અને એસ ટી ડેપો પાસે થી રિક્ષા શોધી કાઢી આરોપી  ઘનશ્યામ ઉર્ફે રમણીકભાઇ મકવાણા અને સંજય ગોવિંદભાઈ વાઘેલાને ઝડપી લીધા છે. પોલીસે બંનેના કબજા માથી રૂપિયા 30,00ની રોકડ રકમ અને રીક્ષા કબજે કરી છે.


Google NewsGoogle News