Get The App

જામનગરના બેડી ગેઇટ વિસ્તારમાં બેકાબુ બનેલા ટ્રક ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતાં બંને પગ કચડાયા

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
જામનગરના બેડી ગેઇટ વિસ્તારમાં બેકાબુ બનેલા ટ્રક ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતાં બંને પગ કચડાયા 1 - image

જામનગર,તા.27 નવેમ્બર 2023,સોમવાર

જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં રવિવારે સવારે બેકાબૂ બનેલા એક ટ્રકના ચાલકે રસ્તે ચાલીને જઈ રહેલી ભિક્ષુક મહિલાને હડફેટમાં લઈ લીધી હતી, જેથી મહિલાના બંને પગ કચડાઈ ગયા હતા અને લોહી લૂહાણ થઈને માર્ગ પર પડી હતી.

 ટ્રક ચાલક પોતાનો ટ્રક છોડીને ભાગી છુટ્યો હતો અને લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. 108 ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી તુરતજ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત મહિલાને જરૂરી પ્રાથમિક સારવાર કર્યા પછી તેણીને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી છે. મહિલાના બંને પગ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે.

આ બનાવ પછી સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માત ગ્રસ્ત ટ્રકને સાઈડમાં કરાવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર પૂર્વવત્ બન્યો હતો. પોલીસે ભાગી છુટેલા ટ્રક ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News