જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાંથી ટ્રકનો ક્લિનર ઇંગલિશ દારૂ સાથે ઝડપાયો

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાંથી ટ્રકનો ક્લિનર ઇંગલિશ દારૂ સાથે ઝડપાયો 1 - image

image : Freepik

Liquor Crime Jamnagar : જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાંથી એક ટ્રકના ક્લીનરને 23 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો છે, અને ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે.

 જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતો અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો કમલેશ માયાભાઇ હાજાણી નામનો શખ્સ ગુલાબ નગર નજીક રાજપાર્કના મેઇન ઢાળિયા પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ તેને ઝડપી લીધો હતો, અને તલાસી લીધી હતી.

 જે તલાસી દરમિયાન તેના કબજામાંથી 23 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તેની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે, અને રૂપિયા 9200 ની કિંમતનો ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબજે કરી લેવાયો છે.


Google NewsGoogle News