Get The App

જામનગરમાં કરુણાંતિકા, ગણપતિ વિસર્જન દરમિયાન યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કરુણાંતિકા, ગણપતિ વિસર્જન દરમિયાન યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ 1 - image

image : Twitter

Youth Drowning in Ganesh Visarjan : જામનગર તાલુકાના દોઢીયા ગામમાં આવેલી નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતી વેળાએ એક યુવાન નદીના પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મૃત્યુ નીપજયું હતું, જેથી ભારે કરુણાંતિકા સર્જાઇ હતી.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખડખડ નગર વિસ્તારમાં રહેતો અને બાંધકામની મજૂરી કરતો જયેન્દ્રભાઈ ભાણજીભાઈ કટારીયા નામનો 30 વર્ષના યુવાન તેમજ અન્ય આસપાસના રહેવાસીઓ ગઈકાલે ખડખડ નગર વિસ્તારમાં સ્થાપિત કરાયેલી ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જિત કરવા માટે જામનગર તાલુકાના લોઠીયા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરની પાસેની નદીમાં ગયા હતા.

 જ્યાં કેટલાક યુવાનો સહિતના પરિવારજનો ગણપતિની મૂર્તિને નદીના પાણીમાં વિસર્જિત કરવા માટે ઉતરતાં પાણી ઊંડું હોવાના કારણે જયેન્દ્ર કટારીયા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવને લઈને અન્ય લોકોમાં ભારે અફડા તફડી મચી ગઈ હતી, અને બુમાબુમ કરી મૂકી હતી. પરંતુ કોઈને તરતાં આવડતું ના હોવાથી જયેન્દ્રભાઈ નેબચાવી શક્યા ન હતા.

 દરમિયાન આસપાસના ગ્રામજનો વગેરેને બોલાવીને નદીના પાણીમાં શોધખોળ કરતાં આખરે જયેન્દ્રભાઈ કટારીયાનો મૃતદેહ જ પાણીમાંથી બહાર આવ્યો હતો. 

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેન્દ્રભાઈ ભાણજીભાઈ કટારીયાએ પોલીસની જાણ કરતા પંચકોશી  બી.ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News