જામનગર નજીક જાંબુડા ગામના ચેક ડેમમાં કપડાં ધોવા ગયેલી યુવતીનું અકસ્માતે ડૂબી જતાં કરુણ મૃત્યુ
જામનગર નજીક જાંબુડા ગામમાં ચેક ડેમમાં કપડાં ધોવા ગયેલી એક યુવતીનું ડેમમાં નાહવા માટે પડતાં અકસ્માતે ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતી દિવ્યાબેન મનોજભાઈ ચાવડા નામની ૧૯ વર્ષની યુવતી કે જે ગઈકાલે પોતાના ગામના ડેમમાં કપડાં ધોવા માટે ગઈ હતી. ત્યારબાદ નાહવા માટે ડેમમાં ઉતરતાં અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ડૂબવા લાગી હતી, અને બેશુદ્ધ બની હતી. જેને સારવાર માટે જાંબુડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઇ હતી, પરંતુ ત્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પતિ મનોજભાઈ પોલાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.