જામનગર શહેર, ધ્રોળ, રાજકોટ અને મોરબીમાંથી ચાર વાહનોની ચોરી કરનાર તસ્કર ધ્રોળ પોલીસના હાથે ઝડપાયો

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર, ધ્રોળ, રાજકોટ અને મોરબીમાંથી ચાર વાહનોની ચોરી કરનાર તસ્કર ધ્રોળ પોલીસના હાથે ઝડપાયો 1 - image

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ખારવા રોડ પર વોચ ગોઠવી એક વાહન ચોરને ઝડપી લીધો છે. જેણે જામનગર શહેર, ધ્રોળ, રાજકોટ અને મોરબીમાંથી ચાર વાહનોની ચોરી કરી લીધાની કબુલાત આપી છે.

 જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે ખારવા ગામ પાસેથી મોટરસાયકલમાં શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા ધ્રોલના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એજાજ ઉર્ફે લોલો અલ્લારખા વાઘેર નામના શખ્સને આંતરી લીધો હતો, અને પૂછપરછ કરતાં તેના કબજા માંથી ચોરાઉ મોટરસાયકલ મળી આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી. 

ધ્રોલ પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરતાં તેણે જામનગર શહેર, ધ્રોલ, રાજકોટ શહેર અને મોરબીમાંથી જુદા જુદા સમયે બે મોટરસાયકલ અને બે સ્કૂટર ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, અને તેણે સંતાડેલા બે સ્કૂટર અને બાઇક સહિતના વધુ ત્રણ વાહનો કાઢી આપ્યા હતા.આથી પોલીસે કુલ બે  મોટરસાયકલ અને બે સ્કૂટર સહિતના ચાર વાહનો કબજે કરી લીધા છે.


Google NewsGoogle News