જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં કપડાના સેલની લ્હાયમાં લોકોના ટોળાં ઉમટી પડતાં ટ્રાફિક જામ સર્જાયો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં કપડાના સેલની લ્હાયમાં લોકોના ટોળાં ઉમટી પડતાં ટ્રાફિક જામ સર્જાયો 1 - image


Jamnagar Traffic Jam News : જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં એક સેલમાં માત્ર 100 રૂપિયામાં જીન્સના પેન્ટ અથવા ટીશર્ટ વગેરેની આકર્ષક ઓફરને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

સેલના સંચાલક દ્વારા 28મી તારીખે રાત્રિના 9.00 વાગ્યાથી 10.30 વાગ્યા સુધીના દોઢ કલાકના સમયગાળા દરમિયાન માત્ર રૂપિયા 100 માં 400 થી 500 રૂપિયાની કિંમત વાળું પેન્ટ અથવા તો ટી-શર્ટ વેચાણ માટે મૂક્યું હતું, જેની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રાત્રિના નવ વાગ્યાથી ત્રણ બત્તી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે ચક્કાજામ થઈ ગયો હતો, જેને લઈને શહેર ભરમાં દેકારો મચી ગયો હતો. 

સમગ્ર બનાવ અંગે પોલીસ તંત્રને જાણ થતાં સિટી બી. ડિવિઝન ઉપરાંત ટ્રાફિક શાખા સહિતનો પોલીસ કાફ્લો બનાવના સ્થળે પહોંચી ગયો હતો, અને તાત્કાલિક સેલ બંધ કરાવ્યો હતો, તેમજ લોકોને ત્યાંથી દૂર ખસેડ્યા પછી ભારે જહેમત લઈને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. જે પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રને ભારે પરસેવો પડી ગયો હતો.


Google NewsGoogle News