જામનગરમાં રણજીતસાગર રોડ પર ટ્રાફિક જામથી જનતા ત્રસ્ત : ડાઇવર્ઝનનો ડબલ અવરોધ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રણજીતસાગર રોડ પર ટ્રાફિક જામથી જનતા ત્રસ્ત : ડાઇવર્ઝનનો ડબલ અવરોધ 1 - image


Traffic in Jamnagar : જામનગરમાં રણજીતસાગર રોડ પર નિલકંઠ નગરથી સાધના કોલોની વચ્ચેનાં માર્ગ પર ખોદકામ કરવામાં આવેલ હોય ડાયવર્ઝન કાઢી એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. 

બીજી તરફ રસ્તાનાં કિનારે રેંકડીઓ અને કેબિનધારકોનાં દબાણ અને તેઓની દાદાગીરીથી ટુ-વ્હીલર ધારકો માટે રસ્તાની બાજુમાંથી ફૂટપાથ સમાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પણ શક્ય રહ્યો નથી. આ માર્ગ પર કેબિન ધારકો ઇરાદાપૂર્વક વાહનો આડા ગોઠવી રસ્તો બંધ કરી દે છે. જેને પગલે ટુ-વ્હીલર ચાલકો આ રસ્તાનો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકતા ન હોય તેઓ પણ ડાયવર્ઝનનો ઉપયોગ કરવા મજબૂર બને છે. જેને પગલે ટ્રાફિકનું ભારણ વધે છે.

જામનગરમાં રણજીતસાગર રોડ પર ટ્રાફિક જામથી જનતા ત્રસ્ત : ડાઇવર્ઝનનો ડબલ અવરોધ 2 - image

ખોદકામને અનુલક્ષીને ડાયવર્ઝનને લીધે થતી સમસ્યા તો સમજી શકાય, પરંતુ રેંકડી ધારકોનાં જાહેર માર્ગ ઉપર દબાણને કારણે સર્જાયેલી સમસ્યા નિવારવા તંત્ર જાગૃત બની પગલા લે તેવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News