Get The App

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત દેશી રમતોની સ્પર્ધા યોજાશે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત દેશી રમતોની સ્પર્ધા યોજાશે 1 - image

- ભાગ લેવા ઇચ્છુક 19 વર્ષથી નીચેના ખેલાડીઓએ 17 જાન્યુઆરી સુધીમાં પ્રવેશપત્ર મોકલવાનું રહેશે 

જામનગર,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગતનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત જામનગર જિલ્લાકક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધા ચાલુ વર્ષે યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. 

આ સ્પર્ધામાં જામનગર ગ્રામ્યના 19 વર્ષથી નીચેના ખેલાડીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધામાં આપણી જુની રમતો સાતોલીયું(લગોરી), લંગડી, દોરડા કૂદ(જમ્પરોપ), કેલરીપટ્ટટુ અને માટીની કુસ્તી સ્પર્ધાઓનું આયોજન થનાર છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધક ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જામનગર ગ્રામ્ય,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહ કીકેટ પેવીલીયન (ક્રિકેટ બંગલો), સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બિલ્ડીંગ,જિલ્લા પંચાયત સામે, જામનગર -361001 ખાતે 17/01/2024 સુધીમાં સંપુર્ણ વિગત સાથે કચેરી સમય દરમીયાન મોકલી આપવાનું રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામા આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News