Get The App

જામનગરના દરબારગઢ વિસ્તારમાં 'નો હોકિંગ ઝોન' ની અમલવારી કરાવવા માટે સ્થાનિક વેપારીઓની જિલ્લા કલેક્ટરને રજુઆત

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
જામનગરના દરબારગઢ વિસ્તારમાં 'નો હોકિંગ ઝોન' ની અમલવારી કરાવવા માટે સ્થાનિક વેપારીઓની જિલ્લા કલેક્ટરને રજુઆત 1 - image


Jamnagar News : જામનગર શહેરના દરબાર થી માંડવી ટાવર સુધીના માર્ગે 'નો હોકિંગ ઝોન' માટેની સુપ્રીમ કોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, અને વર્ષોથી જામનગર શહેર માટે આ અમલવારીનો પ્રશ્ન શિર દર્દ સમાન રહ્યો છે. પોલીસ તંત્ર અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અનેકો વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ 'નો હોકિંગ ઝોન'ની અમલવારી થતી નથી, અને ત્યાં અનેક પથાવાળાઓ દબાણ કરીને બેસી રહે છે.  જેના કારણે ટ્રાફિક અવરોધાય છે. અને સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે.

જામનગરના દરબારગઢ વિસ્તારમાં 'નો હોકિંગ ઝોન' ની અમલવારી કરાવવા માટે સ્થાનિક વેપારીઓની જિલ્લા કલેક્ટરને રજુઆત 2 - image

વારંવારના ઝઘડા અને માથાકૂટના અંતે જામનગરના બર્ધનચોક વિસ્તારના વેપારીઓ દ્વારા આખરે આજે પોતાના વેપાર ધંધા બંધ રાખીને મોટી સંખ્યામાં બાઈક રેલી રાખવામાં આવી હતી, અને તેઓ દ્વારા જામનગરના જિલ્લા કલેક્ટર કચેરીએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવી 'નો હોકિંગ ઝોન'ની અમલવારી કરાવવા માટેની ઉગ્ર માંગણી કરી છે.

જામનગરના દરબારગઢ વિસ્તારમાં 'નો હોકિંગ ઝોન' ની અમલવારી કરાવવા માટે સ્થાનિક વેપારીઓની જિલ્લા કલેક્ટરને રજુઆત 3 - image

વેપારીઓના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે અસરકારક કામગીરી કરવામાં નહિ આવે અને અમારા પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે, તો અમે ગાંધીજીએ ચીંધ્યા માર્ગે ચાલીશું, અને જરૂર જણાય તો હાઈકોર્ટ પણ જઈશું, તેમ વિસ્તૃત આવેદનપત્રમાં જણાવાયું છે.


Google NewsGoogle News