જામનગરમાંથી વધુ એક વેપારી મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : રાજકોટના બુકીનું નામ ખુલ્યું

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
જામનગરમાંથી વધુ એક વેપારી મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : રાજકોટના બુકીનું નામ ખુલ્યું 1 - image


Cricket Gambling in Jamnagar : જામનગરમાં ક્રિકેટ બંગલા શેરી વિસ્તારમાંથી જાહેરમાં મોબાઈલ ફોનની આઇ.ડી. મારફતે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા એક વેપારીને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન-રોકડ રકમ વગેરે કબજે કર્યા છે. ઉપરાંત પોતે રાજકોટના એક બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબુલતાં તેને ફરાર જાહેર કરાયો છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 15 માં રહેતો આશિષ ઉર્ફે લાલો વિનોદરાય નથવાણી નામનો વેપારી ક્રિકેટ બંગલા શેરી વિસ્તારમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઇપીએલની ક્રિકેટ મેચ પર રનફેરનો હારજીતનો સટ્ટો રમતાં સીટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના હાથે ઝડપાઈ ગયો હતો.

 પોલીસે તેની પાસેથી રૂપિયા 700 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા હતા, ઉપરાંત પોતે રાજકોટના પિયુષભાઈ પટેલ નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાની કબુલાત આપતાં રાજકોટના પિયુષ પટેલને ફરાર જાહેર કરાયો છે.


Google NewsGoogle News